હળવદ , વાંકાનેર અને મોરબીમાં વરસાદી ઝાપટાંજોકે આજે દિવસ દરમિયાન રાત્રીના 10 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 6 ઇંચ, મોરબીમાં 8 ઇંચ અને ટંકારામાં 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયોમોરબી : સોમવારે જન્માષ્ટમીના દિવસે મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. રાત્રે 8થી 10માં વરસાદનું જોર ઘટતા તંત્રને મોરબી જિલ્લાના નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે. સોમવારે રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર - 04 mmહળવદ - 09 mmમોરબી - 05 mmટંકારા - 14 mmમાળીયા મી. - 00 mmમોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગતવાંકાનેર - 154 mmહળવદ - 35 mmમોરબી - 204 mmટંકારા - 233 mmમાળીયા મી. - 37 mmનોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.આમ આજે દિવસ દરમિયાન રાત્રીના 10 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 6 ઇંચ, મોરબીમાં 8 ઇંચ અને ટંકારામાં 9.5 ઇંચ અને હળવદ અને માળીયા મીયાણામ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.