મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રેન નંબર 09463 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 (સોમવાર)ના રોજ અમદાવાદથી સાંજે 5:10 કલાકે ઉપડશે. તથા બીજા દિવસે સવારે 3:10 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09464 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 27 ઓગસ્ટ 2024 (મંગળવાર)ના રોજ ઓખાથી સવારે 5:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે 3:00 કલાકે અમદાવાદ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 3 સ્લીપર ક્લાસના કોચ અને 10 જનરલ ક્લાસના કોચ હશે.ટ્રેન નંબર 09463/09464નું બુકિંગ તારીખ 24-8-2024થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.