હળવદ સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસડૉડા સાથે બે રાજસ્થાની શખ્સોને પકડી પાડયા

- text


20 લાખના ટ્રક સહિત 23 લાખથી વધુની મુદ્દામાલ કબ્જે, એક આરોપીનું નામ ખુલ્યું

હળવદ : માળીયા – અમદાવાદ હાઇવે ઉપર હળવદ સર્કિટ હાઉસ નજીકથી મોરબી એસઓજી પોલીસે 99 કિલોગ્રામ માદક પોસડોડા સાથે રાજસ્થાની ટ્રક ચાલક સહિત બે શખ્સને ઝડપી લઈ 23 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડી અન્ય એક રાજસ્થાની શખ્સનું નામ ખોલાવ્યું હતું.

મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે હળવદ સર્કિટ હાઉસ નજીકથી આરજે – 39 – જીએ – 6051 નંબરના ટ્રકમાથી 99 કિલોગ્રામથી વધુ માદક પોસડોડા કિંમત રૂપિયા 2,99,040 સાથે આરોપી દેદારામ નારણરામ જાટ, બાબુલાલ ગંગારામ જાટને ઝડપી લઈ પૂછતાછ કરતા રાજસ્થાનના જ અન્ય આરોપી નવલારામ ગોદારામનું નામ ખોલાવી ત્રણેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નાર્કોટિકસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ટ્રક, મોબાઈલ સહિત 23, 09,040નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

- text