રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં મોરબીની વિનય ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ બીજા નંબરે

- text


મોરબી : ગત તારીખ 18 ઓગસ્ટના રોજ ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન અભિનવ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી તેમજ સંસ્કૃત ભાષામાં પોતાના ગીતોની ઉત્તમ પ્રસ્તુતિ કરી હતી. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ કવન પટેલ, ધ્યાન કડીવાર, જીયા દેત્રોજા, સાન્વી ઉપાધ્યાય, વેદાંશી આચાર્ય, માહી મેંદપરા, માહી એરણીયા અને હીર વિઠલાપરાએ બીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ શાનદાર પ્રદર્શન બદલ શાળાના સંચાલક, પ્રિન્સિપાલ, સંપૂર્ણ શાળા પરિવાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text