26 ઓગસ્ટે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તારીખ 26 ઓગસ્ટ ને સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે રાત્રે 9 કલાકે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે અને રાત્રે 12 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text