મોરબીમાં જૂની પોસ્ટ ઓફિસની ફાટક પાસે રસ્તા પર પડ્યો ખાડો

- text


 

મોરબી : મોરબીમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલી ફાટક પાસે થોડા દિવસ પહેલા ખાડો પડ્યો હતો. આ ખાડાને કાંકરા અને પથ્થર નાખીને બુરવામાં આવ્યો હતો. ત્યારે હવે આજ જગ્યાએ થોડે આગળ ફરી ખાડો પડ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આ ખાડો ગેસની લાઇન માટે ખોદવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય રીતે ખાડો ન બુરતા વારંવાર આ પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે આ ખાડાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

- text

 

- text