મોરબીના આલાપ રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે મોરબી સરકારી હોસ્પિટલમાંથી ચોરી કરેલા મોટર સાયકલ સાથે મોરબીના આલાપ રોડ પરથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આલાપ રોડ પરથી જીજે-03-ઈડી-6428 નંબરના મોટર સાયકલ સાથે પસાર થઈ રહેલા નવઘણ અમરશીભાઈ પરમાર (રહે, શોભેશ્વર રોડ, મોરબી)ને રોકતા તેની પાસે કાગળો ન હોવાનું જણાયું હતું. જેથી પોકેટ કોપથી સર્ચ કરતાં આ મોટરસાયકલ ચોરીનું હોવાનું માલુમ પડતાં પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text