માળીયા મિયાણા અને ખાખરેચીમાં જુગારના 3 દોરોડામા 5 પકડાયા

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકા પોલીસે માળીયા મિયાણા શહેર અને તાલુકામા જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં એક વરલીભક્ત સહિત 5 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામે ખાદી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી આરોપી ફિરોજ કરીમભાઈ પલેજા અને આરોપી સુનિલ બાબુભાઇ સંખેસરિયાને રોકડા રૂપિયા 1250 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા શહેરની મુખ્ય બજારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇકબાલ હારુનભાઈ કટિયા, ફતેમામદ તાજમામદ જામ અને બાબુભાઇ ડાયાભાઇ પરસોંડાને રોકડા રૂપિયા 1600 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત ત્રીજા દરોડામાં પોલીસે માળીયા મિયાણા વાડા વિસ્તારમાં દરોડો પાડી આરોપી દોસમામદ મહમદભાઈ કટિયા રહે.વાડા વિસ્તાર, જુના રેલવે સ્ટેશન વાળાને રોકડા રૂપિયા 340 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text