મોરબીમાં વધ-ઘટ બદલી કેમ્પમાં 15 શિક્ષકોના ઓર્ડર

- text


વધ પરતમાં 3 અને વધમાં 12 શિક્ષકોના ઓર્ડર કરીને મહેકમ સરભર કરાયું

મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે વધ-ઘટ બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વધ પરતમાં 3 અને વધમાં 12 મળી કુલ 15 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં તા.૩૧/૦૭/૨૦૨૪ ની સ્થિતિએ વિદ્યાસહાયકો તથા શિક્ષકોના મંજુર થયેલ મહેકમ કરતા પ્રાથમિક શાળામાં વધારાના ફરજ બજાવતા વિદ્યાસહાયકો તથા શિક્ષકોનો વધ-ઘટ કેમ્પ મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ બુનિયાદી કન્યા પ્રા. શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 15 શિક્ષકોના બદલીના ઓર્ડર કરીને મહેકમમાં વધ-ઘટ સરભર કરવામાં આવી હતી.

- text

- text