મોરબીમાં કલરના છાંટા ઉડવા મામલે પાડોશીએ ચુનાયડું ફટકારી દીધું

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર મકાનનું કલર કામ ચાલુ હોવાથી પાડોશીના એક્ટિવા મોટર સાયકલમાં કલરના છાંટા ઉડતા આ બાબતે ફરિયાદ કરવા જતા આરોપી પાડોશી અને એક અજાણ્યા માણસે હુમલો કરી પાડોશીના માથામાં કડિયાકામ કરવાનું ચુનાયડું મારી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર નીલકમલ સોસાયટીમાં રહેતા ફરિયાદી અજયભાઇ ખેંગારભાઈ સોલંકીના પાડોશી આરોપી નરેશભાઈના ઘેર કલરકામ ચાલુ હોવાથી કલરના છાંટા અજયભાઈના એક્ટિવા ઉપર ઉડતા અજયભાઈએ આરોપી નરેશભાઈને કહેતા ઉશ્કેરાઈ ગયેલા નરેશભાઈ અને અન્ય એક શખ્સે ઝઘડો કરી અજયભાઈને ઢીકાપાટુનો માર મારી કડિયાકામ કરવાનું ચુનાયડું અજયભાઈને માથામાં ફટકારી દેતા ચાર ટાંકા લેવા પડ્યા હતા. ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text