હળવદ હાઇ-વે પર ટ્રકમાંથી નસીલો પદાર્થ ઝડપાયો : અફીણના ડોડવા હોવાની શક્યતા

- text


હળવદ પોલીસ અને મોરબી એસઓજીની સંયુક્ત કામગીરી

હળવદ : હળવદ હાઇવે પર આવેલ સર્કિટ હાઉસ નજીક મોરબી એસ.જી પોલીસ અને હળવદ પોલીસની ટીમ દ્વારા ધાંગધ્રા તરફથી આવતી રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાંથી ચાર કોથળા નસીલો પદાર્થ ઝડપી લીધો છે. ઝડપાયેલ ચારેય કોથળામાં અફણીના ડોડવા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હળવદ હાઇવે પર આવેલ સર્કિટ હાઉસ પાસે ધાંગધ્રા તરફથી આવતી રાજસ્થાન પાર્સિંગની ટ્રક Rj 29 Ga-6051ને અટકાવી તપાસ કરાતા ટ્રકમાં મગના કોથળા ભરેલા હતા જોકે તેની વચ્ચેથી ચાર કોથળા ભરેલો નસીલો પદાર્થ મળી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ચારેય કોથળા અફીણના ડોડવાથી ભરેલા હોવાની શક્યતાઓ છે.

- text

- text