ICDS વાંકાનેર ઘટક-1 ની તમામ આંગણવાડી ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

- text


વાંકાનેર : આજ રોજ વાંકાનેર ઘટક- 1ની 111 આંગણવાડી કેન્દ્ર પર જન્માષ્ટમીના ધાર્મિક તહેવારની આંગણવાડીના નાના નાના ભૂલકાઓ, વર્કર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાલીઓ પણ સહભાગી થયા હતા. સીડીપીઓ મેડમ, સુપરવાઈઝર અને પ્રિ- સ્કૂલ ઈન્સ્ટ્રકટરના માર્ગદર્શન દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે મટકી ફોડી અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

- text