મોરબી સિવિલમાં HIV અને TBના દર્દીઓને મીઠાઈ-ફરસાણની કિટનું વિતરણ

- text


મોરબી : મોરબીની GMERS – જનરલ , હોસ્પિટલ ખાતે જન્માષ્ટમી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને સીજનેબલ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કીટ વિતરણમાં ડો. પી.કે દુધરેજીયા- સુપ્રીડેન્ટ અને ડો. ધનસુખ અજાણા- ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડો, દિશા પાડલિયા – એ.આર.ટી મેડિકલ ઓફિસર અને ડો. અંકિતા કે.કોટડીયા ( મેપ્સ ગ્રેનિટો ) ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ હતી. કુલ ૬૫ રાસન કીટ તથા બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફ્રૂટની કુલ ૩૦ કીટ આપવામાં આવેલ હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતા પાસેથી એકત્રિત કરવામાં આવેલ હતું. સંપૂર્ણ રાશન કીટના દાતા મોરબી સિરામિક પરિવાર તથા બાળકો માટે કીટ દાતા પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) રહ્યા હતા.

- text

- text