હળવદના શીવપુર નજીકથી બીયર અને માથક પાસેથી દેશી દારૂ ઝડપાયો

- text


સ્કોર્પિયો અને અલ્ટો કાર કબ્જે કરાઈ : હળવદ પોલીસની કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામ નજીક આવેલ અમરબાગ પાસેના રોડ પરથી સ્કોર્પિયો કારમાંથી બિયરના ટીન તેમજ માથક નજીક આવેલ ચેપા કુવા પાસેથી અલ્ટો કારમાંથી દેશી દારૂ ઝડપી લેવાયો છે.આ બનાવમાં એક આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે જ્યારે સ્કોર્પિયો કારનો ચાલક રોડની સાઈડના ખાડામાં કાર ઉતારી દઈ નાસી છૂટ્યો હતો.

હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શિવપુર ગામ પાસે આવેલ અમરબાગ પાસેના રોડ ઉપર પોલીસ જવાનો વોચમાં હોય તે દરમિયાન કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવવાની કોશિશ કરાતા સ્કોર્પિયો ચાલકે કાર અહંકારી મૂકી હતી જેથી પોલીસે પીછો કરતા સ્કોર્પિયોના ચાલકે માણેકવાડા અને ડુંગરપુર વચ્ચે રોડની સાઈડના ખાડામાં કાર ઉતારી દઈ નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા અંદર તપાસ કરાતા 60 બિયરના ટીન કિંમત રૂપિયા 6,000 મળી આવતા પોલીસ દ્વારા બીયરના ટીન સ્કોર્પિયો મળી કુલ રૂપિયા 1.6 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી રણજીતભાઈ ડાયાભાઈ રહે ડુંગરપુર વાળાનું નામ ખોલી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

જ્યારે અન્ય એક રેડમાં હળવદના માથક નજીક આવેલ છે ચેપા કુવા પાસે અલ્ટો કાર નંબર જીજે 12 એકે 7462 ને અટકાવી તપાસ કરાતા તેમાંથી 200 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.સાથે જ કારચાલક વિક્રમભાઈ ઘનશ્યામભાઈ રહે રાવળીયાવદરની અટકાયત કરી રૂ.4,000 નો દારૂ તથા અલ્ટો કાર કિંમત રૂપિયા 1 એક લાખ મળુ કુલ રૂપિયા 1.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.ટી વ્યાસ તેમજ સર્વેલન્સ કોડના અજીતસિંહ સિસોદિયા,દેવેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ નાયક,ગંભીરસિંહ ચૌહાણ,હરવિજયસિંહ ઝાલા તેમજ મનોજભાઈ પટેલ સહિતનાઓ રોકાયેલા હતા

- text