વાંકાનેર : વાંકાનેર શહેરના શિવપાર્ક અને વાલાસણમાં સીટી-તાલુકા પોલીસે જુગારના બે અલગ - અલગ દરોડામાં નવ જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે શિવપાર્ક સોસાયટી શેરી નં-4મા દરોડો પાડી આરોપી નિલેશભાઇ મેણશીભાઇ કરગઠીયા, ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત, અજયભાઈ વાસુદેવભાઈ અગ્રાવત, મહેશભાઈ આત્મારામભાઈ રામાવત અને હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલાને રોકડા રૂપિયા 17,900 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે વાંકાનેર તાલુકા પોલીસે વાલાસણ ગામે દેવીપુજક વાસ કુવા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી તોફાનભાઇ બચુભાઇ ફુલતરીયા, પીન્ટુભાઇ માનસીંગભાઇ ફુલતરીયા, ભોલાભાઇ ઉર્ફે ઢોલો ધનજીભાઇ ફુલતરીયા અને આરોપી કરણભાઇ વિક્રમભાઇ ફુલતરીયાને રોકડા રૂપીયા 7230 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.