રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં મોરબીના નવયુગ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી

- text


મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીની નવયુગ સંકુલની ટીમ પ્રથમ નંબરે વિજેતા થતાં રાજ્યકક્ષાએ પસંદગી થઈ છે.

- text

આ સ્પર્ધાઓમાં સમૂહગાનમાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે દેત્રોજા શ્લોક, વાસદડીયા આરવ, કુંડારીયા વૃત્તિ, હોથી સુષ્ટિ, ઝાલા સુષ્ટિબા, મેરજા બંસી રહ્યા છે. એક પાત્રિય અભિનય અને વક્તૃત્વ સ્પર્ધામાં બોપલીયા ભવ્યએ બન્નેમાં મોરબી જિલ્લા દ્વિતીય નંબર મેળવ્યો છે. નિબંધ સ્પર્ધામાં (અ) વિભાગમાં વાસદડીયા ધ્રુવીન સતિષભાઈએ મોરબી જિલ્લામાં પ્રથમ અને (બ) વિભાગમાં પડસુંબિયા માનવીએ પ્રથમ નંબર મેળવ્યો છે. વકૃતવ સ્પર્ધામાં જેઠલોજા હાર્દએ મોરબી જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો છે. લોકવાદ્ય સંગીત ઢોલમાં પનારા મંથ મુકેશભાઈએ મોરબી જિલ્લા દ્વિતીય તથા યુવા મહોત્સવમાં બી.એસ. સી.ની વિદ્યાર્થિની વક્તૃત્વ અને શીઘ્ર વકતુત્વ બન્નેમાં મોરબી જિલ્લા દ્વિતીય નંબર મેળવ્યો છે.. સંગીત, કલા, અને સાહિત્ય ક્ષેત્રે નવયુગ હર હંમેશ અગ્રેસર હોય છે ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર આ સિદ્ધિ મેળવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.

- text