મિતાણા નજીક રક્ષાબંધન કરી રાજકોટ જતા દંપતિને ટ્રકે હડફેટે લેતા પત્નીનું મૃત્યુ

- text


વતન શક્તિનગરથી બાઈક લઈને જતા હતા ત્યારે બનેલો બનાવ, પતિને ઇજા

રાજકોટ : રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકમાં રહેતા મૂળ ટંકારા તાલુકાના શક્તિનગર ગામના વતની દંપતી રક્ષાબંધન પર્વ પતાવી વતનથી રાજકોટ જતા હતા ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા પતિને ઈજાઓ પહોંચી હતી જયારે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકમાં રહેતા મૂળ ટંકારા તાલુકાના શક્તિનગર ગામના વતની ગણેશભાઇ મેઘજીભાઇ ગજેરા તેમના પત્ની ગોદાવરીબેન સાથે રક્ષાબંધન કરવા માટે વતન આવ્યા બાદ ગત તા.19ના રોજ બાઈક લઈને પરત રાજકોટ જતા હતા ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ઓવરબ્રિજ નજીક ટ્રક નંબર GJ-12-AT-8487ના ચાલકે હડફેટે લેતા ગોદાવરીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જયારે ગણેશભાઇ મેઘજીભાઇ ગજેરા જમણા પગના ઢીંચણે મૂંઢ ઈજાઓ પહોંચતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text