મોરબીમાં ચકલા પોપટ અને વરલી મટકાનો જુગાર રમાડતા 3 પકડાયા

- text


મોરબી : મોરબી શહેરમાં વજપર અને કબીર ટેકરી વિસ્તારમાં ચકલા પોપટનો જુગાર રમાડતા બે શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે અને ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં વરલી મટકાના જુગાર રમાડતા એક શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપર વિસ્તારમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડતા આરોપી પ્રકાશભાઇ ઉર્ફે પી.પી. પ્રવીણભાઇ સાવરીયાને રોકડા રૂપિયા 580 સાથે ઝડપી લઈ કબીર ટેકરી વિસ્તારમાં મેઈન રોડ ઉપર જાહેરમાં ચકલા પોપટના ચિત્રો ઉપર જુગાર રમાડતા આરોપી જયેશભાઈ દીલીપભાઈ પાટડીયા રોકડા રૂપિયા 470 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડીના પુલ નીચેથી આરોપી મીનપ્રસાદ ઉર્ફે રોહીત વસંતપ્રસાદ ભુસાલને જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text