મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 2 પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે મોરબી શહેરના કુબેરના ઢાળ ઉપર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા અમરભાઈ અવચરભાઈ અગેચણિયા અને અમિતભાઇ નવઘણભાઈ અંતરેસાને રોકડ રૂ. 10,340 સાથે પકડી પાડી સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

- text