મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે તળાવીયા શનાળા રોડ ઉપરથી મોરબી તાલુકા પોલીસે આરોપી રવિ રાજેશભાઇ શિશાંગિયા રહે.માર્કો વિલેજ, ઘુંટુ નામના શખ્સને ઓલ્ડ મંક ત્રિપલ એક્સ બ્રાન્ડ રમની 4 બોટલ કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા રમની આ બોટલ આરોપી દેવેન્દ્ર ત્રિભોવનભાઈ વાણંદ રહે.હરિઓમ પાર્ક ઘુંટુ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે દેવેન્દ્રને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.