મોરબી : મોરબી નગરપાલિકા ખાતે આજે કોંગ્રેસ આગેવાનોએ ચીફ ઓફિસર પાસેથી રજૂઆતો કરેલા કેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે તેની માહિતી માંગી હતી.મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, મોરબી લીગલ સેલનાં પ્રમુખ ભાવીનભાઈ પટેલ સહિતના દ્વારા મોરબી નગરપાલીકાના ચીફઓફીસર સાથે મુલાકાત કરી છેલ્લા ૬૦ દિવસ થી મોરબી શહેરની આવાસ યોજનાં અને શહેરનાં અન્ય મુખ્ય પ્રશ્નોને લઈને મોરબી નગરપાલીકામાં કરવામાં આવેલ રજુઆતોમાંથી કેટલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું તેનો હિસાબ માંગવામાં આવ્યો હતો.શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસરે જવાબમાં કહ્યું હતું કે ગટરના અનેક પ્રશ્નો સોલ્વ થયા છે. જ્યાં જ્યાં ગટર નાખવાની છે તેનું આયોજન હાથ ધરાયુ છે. આવાસ યોજના અંગેની માહિતી જન્માષ્ટમી બાદ અપાશે.