કૌટુંબિક સગાઓએ જ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દીધીમોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર મધ્યપ્રદેશથી પેટિયું રડવા આવેલ પરિવારની સગીરવયની દીકરી ઉપર કૌટુંબિક સગા એવા બે નરાધમ શખ્સોએ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમા કામ કરતા મધ્યપ્રદેશના વતની પરિવારની સગીર વયની દીકરી ઉપર કૌટુંબિક સગા એવા ડેલન આહીરવાલ અને મનીષ આહીરવાલ રહે.ગઢાકોટા, જિલ્લો.સાગર, મધ્યપ્રદેશ વાળાઓએ સગીરા પોતાના સગામાં થતી હોવાનું જાણવા છતા અવાર નવાર સામુહિક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી ધમકી આપતા બનાવ અંગે સગીરાએ જ જાતે ફરિયાદી બની બન્ને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સામુહિક દુષ્કર્મ મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.