વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા અને વાંકાનેર શહેરના ગ્રીનચોકમાં હોટલમા કામ કરતા અકબરભાઈ સલેમાનભાઈ રતનીયા નામનો યુવાન તા.19ના રોજ હોટલથી કામ પૂરું કરીને સાયકલ લઈ કેરાળા ગામે પોતાના ઘેર જતો હતો ત્યારે નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર નજીક આરજે - 04 - જીસી - 3272 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ ટ્રકનો જોટો માથે ફેરવી દેતા અકબરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગુલામરસુલ રતનીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.