- text
મોરબી : આજરોજ મોરબી નગરપાલિકા કચેરીએ આવેલા રિજનલ કમિશનર મહેશ જાની સાથે કોંગ્રેસ કાર્યકરોએ મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, 45 ડી, નંદીઘર સહિતનાં મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, જિલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સતિષભાઈ પટેલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text