ડામર રોડ ખોવાયો છે ! વાંકાનેરમાં દાણાપીઠ ચોક થી રાજકોટ મેઈન રોડ ખખડધજ

- text


દીવો લઈને શોધશો તો પણ ડામર શોધ્યો નહીં જડે

વાંકાનેર : વાંકાનેર શહેર વિસ્તાર માં દાણાપીઠ ચોકથી રાજકોટ તરફ જવાનો મેન રોડ અતિશય બિસ્માર હાલતમાં છે. કહેવાતા આ ડામર રોડ ઉપરથી ડામર જ ખોવાઈ ગયો હોય આ રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં મુકાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વાંકાનેર શહેરમાં દાણા પીઠ ચોકથી રાજકોટ તરફનો મેઈન રસ્તો આ ટુંકો માર્ગ એટલી હદે ખરાબ છે કે દીવો લઈને શોધો તો પણ રસ્તામાં ક્યાંય ડામર શોધ્યો જડે એમ નથી. જ્યારે હોસ્પિટલની ઇમરજન્સીના સમયે લોકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે અને સ્કૂલ-કોલેજ હોવાથી પણ વિદ્યાર્થીઓને આવવા-જવા માટે મુશ્કેલ ઉભી થાય છે અને ઠેરઠેર ગાબડા અને ખાડા ટેકરાવાળા માર્ગને કારણે ઘણીવાર ઇમરજન્સી દર્દીઓ સમયસર હોસ્પિટલમાં ન પહોંચે તો અઘટિત ઘટના બનવાની દહેશત રહે છે. તેમાંય ચોમાસામાં આ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય ગારા કીચડ અને ઠેરઠેર ગાબડામાં પાણી ભરાવવાથી માર્ગની બદતર હાલત થઈ જતા લોકો પર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે અને ચોમાસામાં માર્ગ ચાલવા યોગ્ય પણ રહેતો નથી. આથી સંબધિત તંત્ર રોડની યોગ્ય કામગીરી કરે તેવી રહીશોએ માગ કરી છે.

- text

- text