મોરબી : મોરબીના ઉંચી માંડલ પાસે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે આવેલા સિમ્પેરા સિરામિકની નજીક આવેલા એક તળાવમાં આજે સાંજના અરસામાં યુવાન ડૂબી ગયો હોય આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટિમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયરની ટીમે શોધખોળ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનનું નામ રાજાબાબુ હોવાનું અને તે રાજસ્થાનના ચીંચરોલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.