મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આવેલ ક્રિષ્ના કોલ નામના કારખાનામાં કામ કરતા અને કારખાનાના કવાટર્સમાં જ રહેતા મૂળ નેપાળના રહેવાસી બિલ બહાદુર ખત્રી ઉ.26 નામના યુવાને કવાટર્સના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.