મોરબી : શ્રાવણ મહિનાની પૂર્ણિમાની એટલે કે આવતીકાલે તારીખ ૧૯/૮/૨૦૨૪ ને સોમવાર ના રોજ સવારે ૩:૪ મી થી શરૂ થઈને રાત્રે ૧૧:૫૫ વાગ્યે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ૧૯ ઓગસ્ટે જ ઉજવવામાં આવશે, અને શ્રવણ નક્ષત્ર પણ સવારે ૮:૧૦ મી સુધી જ છેજનોઈ બદલવા માટેનું મુહૂર્તજનોઇ બદલવા માટેનું મુહૂર્ત સવારે 8:10 સુધી યોગ્ય રહેશે શ્રેષ્ઠ રહેશે. ભદ્રાનો દોષ યજ્ઞોપવિત બદલવામાં લાગતો નથી. પરંતુ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવામાં ભદ્રા દોષ આવે છે જે ભદ્રા બપોરે ૧:૩૨ કલાક સુધી છેરાખડી બાંધવાનું શુભ મુહૂર્તરાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે ૧:૩૩ થી શુભ રહેશે. રક્ષાબંધન પ્રદોષ કાલ મુહૂર્ત સાંજે ૬:૫૬ થી ૦૯:૦૭ સુધી રહેશે. રક્ષાબંધન 2024 ભાદ્રકાળનો સમય રક્ષાબંધન ભદ્રાનો અંત સમય – બપોરે ૧:૩૨ કલાકે ત્યારબાદ રક્ષાબંધન કરી શકાયઆ સાથે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે, જેના કારણે બુધાદિત્ય અને શુક્રદિત્ય રાજયોગ બની રહ્યો છે.રક્ષાબંધન વિશે માહિતી અને મહત્વરાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાલલોકમાં પોતાની સાથે રાખ્યા હતા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલીના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી.મહાભારતના સમયગાળા દરમિયાન, રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના હાથે છયેલી ઈજા મટી જાય. કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે જાહેર કર્યું કે, દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે, જે કૃષ્ણએ તેના પાંચ શક્તિશાળી પતિઓ હોવા છતાં ભગવાને એનું રક્ષણ વારંવાર કર્યું.-પૂ.મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા(ગોલ્ડમેડાલિસ્ટ, કાશી, વારાણસી)જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શકM.A. સંસ્કૃત૯૪૨૬૯ ૭૩૮૧૯ગણનાથ જ્યોતિષ કાર્યાલયક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5વસંત પ્લોટ મેઈન રોડ,ચકિયા હનુમાનની બાજુમાં