વાંકાનેર : વાંકાનેરની એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદર ખાતે આચાર્ય અને સ્ટાફ દ્વારા આજે તારીખ 20-8-2024ના રોજ વિનામુલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 350 વિદ્યાર્થીઓને લીંબુ, આસોપાલવ, લીમડો, જામફળ, આંબલી, ગુલમહોર, બોરડી જેવા રોપાઓ વિનામૂલ્યે આપી પોતાના ઘરે વૃક્ષારોપણ માટે અસાઈમેન્ટ આપવામાં આવ્યું હતું. તેમજ તેની માવજત યોગ્ય રીતે થાય તે માટે તેનું નિરીક્ષણ કરવાની જવાબદારી તે જ ગામના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.