મોરબી: ગઈકાલે 18 ઓગસ્ટે મોરબીના સ્કાય મોલના ટ્રેન્ડ શૉરૂમમાંથી મુકેશભાઈ કુંડારિયાને સોનાનું બ્રેસલેટ મળ્યું હતું. જે અંગે મોરબી અપડેટના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકવામાં આવી હતી. જેથી આ બ્રેસલેટ ગણતરીના કલાકોમાં જ તેના મૂળ મલિક જગદીશભાઈ નાયકપરાને પરત આપીને મુકેશભાઈ કુંડારિયાએ માનવતાનું ઉદાહરણ પૂરું પડ્યું છે. એ બદલ જગદીશભાઈ નાયકપરાએ મુકેશભાઈ કુંડારીયા તથા મોરબી અપડેટને ધન્યવાદ પાઠવી આભાર વ્યકત કર્યો હતો.