મોરબી : મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મોરબી ખાતે શોભેશ્ર્વર રોડ પર આવેલ વિકાસ વિદ્યાલયનો બાળાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.વિકાસ વિદ્યાલયની ૧૦૧ બાળા પાસે ક્લબના મેમ્બરોએ રાખડી બંધાવી પરંપરાગત રીતે મોં મીઠા કરાવી બહેનો પાસેથી આશીઁવાદ મેળવેલ અને ભેટ આપી હર્ષોલ્લાસભેર રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઈન્ડીયન લાયન્સ ક્લબના પ્રમુખ રુચિરભાઈ કારીયા સહીતના સૌ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.