હળવદ : ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા શિશુ મંદિરમાં રહેતી આસામની અનાથ બાળાઓ સાથે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક દીકરીઓને એક જોડી કપડાં, નેકલેસ અને મેકઅપ કીટ આપવામાં આવી હતી. સાથે દરેક દીકરીઓને પાણીપુરીનો નાસ્તો કરવમાં આવ્યો હતો. આ પ્રસંગે દુર્ગા સ્વરૂપ દીકરીઓના હાજર મહાનુભાવોએ શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ હળવદના દરેક આવેલા મહાનુભવોનો પણ ગ્રુપ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.