મોરબી : મહેન્દ્રનગરમાં આવેલી સોમનાથ પાર્ક સોસાયટીમાં કચરા માટે ટ્રેક્ટરની સુવિધા પૂરી પાડવા માટે તલાટી મંત્રી/વહીવટદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મહેન્દ્રનગરની સોમનાથ પાર્ક સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે વર્ષથી આજ દિન સુધી સોસાયટીમાં કચરો લેવા આવતા ટ્રેક્ટરની સુવિધા નથી. જેથી રહીશોને કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ત્યારે સત્વરે કચરાના ટ્રેક્ટરની સુવિધા આપવામાં આવે તેવી રહીશોએ માગ કરી છે.