મોરબી : આજ રોજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની અને મહિલા મોરચાના હોદ્દેદારોએ સાથે મળીને મોરબી સબજેલમાં રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો. કોંગ્રસના મહિલા મોરચાના હોદ્દેદારોએ મોરબી સબજેલના જેલર તથા કર્મચારીઓને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી અને પવિત્ર રક્ષાબંધન દિવસની ઉજવણી કરી હતી.