મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે મોરબીના શોભેશ્વર મંદિરની બાજુમાં વાણીયા સોસાયટી ખાતે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો મુનભાઈ અમરીશભાઈ કારૂ (ઉ.વ.24), રવિભાઈ બાબુભાઈ હમીરપર (ઉ.વ.23), પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી (ઉ.વ.22), અજયભાઈ નથુભાઈ સાલાણી (ઉ.વ.33)ને કુલ રોકડ રૂ.28,000 સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.