વાંકાનેર : આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે શ્રાવણી પર્વ અને રક્ષાબંધનના દિવસે ભૂદેવો જનોઈ બદલવાની વિધિ કરતા હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં આજે વિવિધ જગ્યાએ બ્રાહ્મણોએ જનોઈ બદલી હતી. વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહીને જનોઈ બદલી હતી.