રમેશભાઈ ખાખરીયાના અવસાનથી પરિવાર, સગા સ્નેહી અને પત્રકાર જગત શોકમગ્નટંકારા : હડમતિયા ગામના સામાજિક કાર્યકર તરીકે જાણીતા અને ગરીબી તેમજ ખેડૂતોના પ્રાણ પ્રશ્નો માટે હંમેશા લડત આપનાર પત્રકાર રમેશભાઈ ખાખરીયાનું અવસાન થયું છે. રમેશભાઈ ખાખરીયાના અવસાનથી પરિવાર તેમજ પત્રકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.રમેશભાઈ ખાખરીયાએ હડમતિયાની આજુબાજુના ગામ જેવા કે સજનપર ઘુનડા, કોઠારીયા, લજાઈ, ધ્રુવનગર, નશીતપર જેવા અનેક ગામના પ્રાણ પ્રશ્નોને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી વાચા આપી હતી. મોરબી અપડેટ ન્યુઝ તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી સમસ્યાના ઉકેલ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ આવી સારી કામગીરીના કારણે હડમતિયાના યુવાનોમાં તો હોટ ફેવરીટ આર.ડી.સાહેબના નામથી જાણીતા હતા. મોરબી જિલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકાર જગતમાં સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસુ વ્યક્તિની છાપ ધરાવતા અને સત્યની રાહ પર ચાલતા રમેશ ઠાકોરના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. પ્રિન્ટ તેમજ મીડિયા ગ્રુપમાં બહોળું મિત્ર સર્કલ ધરાવતા રમેશભાઈ ખાખરીયાની અણધારી વિદાયથી સૌ કોઈ શોકમગ્ન છે.