વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી : વર્ષ 2015ના આ અપહરણ અને હત્યાકાંડમાં હવે કેન્દ્રીય એજન્સી ઝુકાવશેમોરબી : મોરબીના 9 વર્ષ જુના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી છે. વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી હોય જેથી હાઇકોર્ટે પરિવારની માંગણી અનુસાર કેન્દ્રીય એજન્સી સીબીઆઈને તપાસ ચલાવવાની સૂચના આપી છે.મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુપરમાર્કેટમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાના 13 વર્ષના માસુમ પુત્ર નિખીલનું 15/12/ 2015 ના રોજ તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું.જો કે અપહરણ કરી બાદ નરાધમો એ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફએસએલમાં બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં તપાસમાં ઢીલ રાખવામાં આવી હોય, તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી. અને આ મામલે તેઓએ હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા.હાઇકોર્ટે પણ નોંધ્યું કે સીઆઇડી દ્વારા વર્ષો સુધી તપાસ ચલાવવામાં આવ્યા બાદ તપાસનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. આમ હાઇકોર્ટને પણ સીઆઇડી આ ગંભીર બનાવમાં ઉણી ઉતરી હોય તેવું લાગતા પરિવારની માંગ મુજબ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.