વાંકાનેર : તારીખ 18 ઓગસ્ટ ને રવિવારના રોજ વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાયોને પશુ આહાર (ઉંધીયું) ખવડાવવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ પલાસડી વીડી ખાતે 35 ગુણી, વાંકાનેર પાંજરાપોળ ખાતે 14 ગુણી, ગાયત્રી મંદિર ખાતે 8 ગુણી અને ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે 8 ગુણી, 1 ગુણીના 40 કિલો મુજબ 2600 કિલો પશુ આહાર (ઉંધીયું) ખવડાવી અનેરો સેવાકાર્યનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો. આ તકે તમામ દાતાઓ અને અજરામર એક્ટિવ અસોર્ટ, વાંકાનેર ગ્રુપના સભ્ય મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.