મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 18 ઓગસ્ટે મોરબીની સાર્થક વિદ્યામંદિર મુકામે યોજાઈ હતી. જેમાં મોરબીના પ્રજાપતિ સમાજના બે બાળ કલાકારોએ વિવિધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે.પ્રજાપતિ સમાજના અને નિર્મલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળ કલાકાર પ્રણવ દીપકભાઈ બરાસરાએ દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ નંબર જયારે સાર્થક વિદ્યા મંદિરમાં ધોરણ- 4માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરાએ લોકવાદ્ય- અ વિભાગમાં પ્રથમ નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. બંને બાળ કલાકારો આગામી પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.