મોરબી : આવતીકાલ તારીખ 21-8-2023 ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ચિત્રકુટ ફીડર સવારે 7 કલાકથી બપોરના 3 કલાક સુધી નવી લાઈન કામની કામગીરી તેમજ ફીડરમાં આવતા વિસ્તારોમાં સમારકામ માટે વીજપુરવઠો બંધ રહેશે.જેમાં નવી/જૂની રેલવે કોલોની, સ્ટેશન રોડ, માધાપર, મહેન્દ્ર પરા, કડિયા કુંભાર શેરી, રાવલ શેરી, નવાડેલા રોડ, મંગળભુવન, મચ્છી પીઠ, રોહીદાસ પરા, ચાર ગોડાઉન, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાવર બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા નાયબ ઈજનેર મોરબી શહેર-2 પેટા વિભાગ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.