મોરબી : આજ તા.19-8-2024ના રોજ મોરબી સબ જેલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.જેમાં બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી મિઠું મોં કરાવી તેઓને શુભકામનાઓ પાઠવી હતી અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને આનંદ અને લાગણીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તથા ઇન્ચાર્જ જેલર એ.આર.હાલપરા અને તમામ જેલ સ્ટાફના સહકારથી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.