ટંકારા : ટંકારા પોલીસ દ્વારા બાતમીના આધારે ટંકારામાં પ્રભુનગર સોસાયટીમાં ગીરીશભાઈ ગાંધીના મકાન પાસે રેઇડ કરતા જુગાર રમતા 4 શખ્સો જીજ્ઞેશભાઈ દિનેશભાઈ કવૈયા (ઉ.વ.32), મકબુલભાઈ અમીભાઈ ચૌધરી (ઉ.વ.32), કીર્તિભાઈ ઉર્ફે કેતનભાઈ રામણિકભાઈ શાહ (ઉ.વ.42), ઇલ્યાશભાઈ ઉસમાનભાઈ મેસાણીયા (ઉ.વ.23)ની કુલ રૂ. 23,800ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.