સીટી એ ડિવિઝન પોલીસે ત્રણ અને બી ડિવિઝન પોલીસે બે દરોડા પાડયામોરબી : મોરબીમાં સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે ત્યારે ગઈકાલે સીટી એ અને સીટી બી ડિવિઝન પોલીસે જુગારના અલગ અલગ પાંચ દરોડામાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિત 27 જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં ઇન્ડિયા પાન વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શાયર દીલીપભાઇ સોલંકી અનીલ વીઠલભાઇ કાંજીયા અને સચીન ગણપતભાઇ બામરોલીયાને રોકડા રૂપિયા 7600 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં સિટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર રાધાપાર્કમાં દરોડો પાડી આરોપી મેહુલભાઇ ચુનીલાલ પૈજા ભરતભાઇ કિશોરભાઇ પાટડીયા, ભાવેશભાઇ ગુણવંતભાઇ દેત્રોજા, જગદીશભાઇ મહેશભાઇ સુરાણી, કાવ્ય દિપકભાઇ વિડજા, જાહીદભાઇ ભીખુભાઇ તલાટ અને જયભાઇ ધર્મેન્દ્રભાઇ વિડજાને રોકડા રૂપિયા 12,650 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં સીટી એ ડીવીઝન પોલીસે મોરબી - રાજપર રોડ ઉપર મામદેવ મંદિર સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ક્રિપાલસિંહ નરેદ્રસિંહ જાડેજા, વિરેદ્રસિંહ બોઘુભા જાડેજા, યુવરાજસિંહ વનરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા, હાર્દીકસિંહ તીખુભા જાડેજા, કાનજીભાઈ બાબુભાઈ જારીયા, કુલદીપસિંહ ગણપતસિંહ ઝાલા, વિજયસિંહ પ્રધ્યુમનસિંહ જેઠવા અને કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરને રોકડા રૂપિયા 28,200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે શહેરના શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શૈલેષભાઈ માવજીભાઈ દેલવાણીયા, કમલેશભાઈ સુખદેવભાઈ સોલંકી, પ્રકાશભાઈ મહાદેવભાઈ ઈંન્દરીયા અને જનકભાઈ વિરમભાઈ શીયાળને રોકડા રૂપિયા 1240 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ બીજા દરોડામાં શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરામા જાહેરમાં જુગાર રમતા આરોપી હારૂનભાઈ દાલમહમદ, યોગેશભાઈ દેવાભાઈ કુંઢીયા, અક્ષયભાઈ ભુપતભાઈ બથવાર અને અર્જુનભાઈ અરવીંદભાઈ મેથાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1190 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.