વાંકાનેર સીટી અને તાલુકા પોલીસની કાર્યવાહીવાંકાનેર : વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે નવાપરા, પેડક અને આણંદપર ગામે ત્રણ અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 14 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે વાંકાનેરના નવાપરા શેરી નંબર -2મા દરોડો પાડી આરોપી અમૃત હેમંતભાઈ વેકરિયા અને જગદીશ ઉર્ફે જગો રમેશભાઈ સીતાપરાને રોકડા રૂપિયા 3450 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં પોલીસે પેડક સોસાયટીમાં નાગાબાવા મંદિરના મેદાનમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મહેશભાઈ હરીભાઈ મકવાણા અંકુરભાઈ ભરતભાઈ ડાભી, હકાભાઈ ગોવિંદભાઈ પલાણી અને સરફરાજશા સલીમશા શાહમદારને રોકડ રૂપિયા 13,700 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે આણંદપર ગામે રામદેવપીરના મંદિર પાસે દરોડો પાડી આરોપી હેમંતભાઇ ધરમશીભાઇ કુકવાવા, વિષ્ણુભાઇ હરજીભાઇ કાંજીયા, વીપુલભાઇ ભાણજીભાઇ કેરવાડીયા, મહેશભાઇ લાલજીભાઇ કેરવાડીયા, દીનેશભાઇ બીજલભાઇ કાંજીયા, નીલેશભાઇ હીરાભાઇ કેરવાડીયા, ભરતભાઇ બીજલભાઇ કાંજીયા અને દીનેશભાઇ વખતરામ જોષીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 40,200 કબ્જે કરી જુગારધારા મુજબ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.