મોરબી : શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિત્તે લાડવા-ગાંઠિયાનું વિતરણ આગામી તારીખ 19/8/2024 થી શરૂ કરવામાં આવશે. જેનો સર્વે સમાજના લોકોને લાભ લેવા પંચમુખી ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે. લાડવા કિલો રૂપિયા 110 તથા ગાઠીયા કિલો રૂપિયા 160 ના ભાવે વિતરણ કરવામાં આવશે. વધુ માહિતી માટે પ્રહલાદસિંહ કે. ઝાલા મો.9825222617 નો સંપર્ક કરવાનો રહેશે.