મોરબી : પીએમ શ્રી તાલુકા શાળા નંબર 2 માં રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાખડી સ્પર્ધા નવી શિક્ષણનીતિ અન્વયે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક કૌશલ્ય વિકસે તેવા ઉમદા હેતુથી યોજાઈ હતી. જેમાં શાળાની 386 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ત્યારે શાળા પરિવારે સૌથી સુંદર રાખડી બનાવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહીત કરી હતી.