મોરબી : હાલ વર્ષા ઋતુની સિઝનમાં હાઇવે પરના રસ્તા પર અનેક ગૌવંશ મોટી સંખ્યામાં જોવા મળે છે અને રાત્રીના સમયે અંધારામાં અનેક અકસ્માતના કિસ્સાઓ બની રહ્યાં છે. જેમાં ગૌવંશ પણ ગંભીર રીતે ધાયલ થાય છે અને રાહદારીઓ પણ ગંભીર રીતે ધાયલ થાય છે. ત્યારે ગૈાવંશના ગળામાં રેડિયમ રિફલેકટર બેલ્ટ બાંધવામાં આવે તો દૂર થી પણ ખ્યાલ આવી જાય કે અહી ગૌવંશ છે. એટલે અકસ્માતની શકયતાઓ નહિવત થઇ જાય છે. જેથી ક્ષત્રિય કરણી સેનાના 18 લોકોની ટીમે મોરબીમાં ગઈ કાલે નવલખી ફાટક થી પીપળીયા ચાર રસ્તા થી સરવડ ગામથી માળીયાથી પરત મોરબી સુઘી આ રૂટ પરના ગૌવંશને આ બેલ્ટ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામસિંહ સેંગરે જણાવ્યું હતું.