વાંકાનેર : વાંકાનેરમાં દરવર્ષે નીકળતી પરંપરાગત જન્માષ્ટમી શોભાયાત્રાના આયોજન અંતર્ગત ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જાહેર ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધર્મસભા આગામી તારીખ 26/8/2024 ને મંગળવારે સાંજે 6:00 કલાકે ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે. જેમાં વાંકાનેર શહેર અને તાલુકાના સાધુ-સંતો ઉપસ્થિત રહી કૃષ્ણ જન્મ મહોત્સવ શોભાયાત્રા અંગે જરૂરી માર્ગદર્શન આપશે. ત્યારે આ ધર્મ સભામાં સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.