મોરબી : શહેરના કાલિકા પ્લોટ-3, ડાયમંડ બ્યુટી પાર્લરવાળી શેરી અંદર ફ્રી ટિફિન સેવા કેન્દ્ર પાસે શેરીમાં ભૂગર્ભ ગટર તથા ખુલ્લી ગટર ઉભરાતા ગંદુ પાણી ભરાઈ રહે છે તથા કચરાની સમસ્યા દૂર કરવા રોડ લેવલ ઊંચું કરવા રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી છે.રહીશોના જણાવ્યા પ્રમાણે ગટરનું પાણી ઘર સુધી આવે છે. શેરીમાં ગટરનું પાણી ભરાતા બીમારીઓ વધી રહી છે. આ સમસ્યા ઘણા સમયથી છે. આ અંગે અનેક વખત પાલિકામાં અરજી કરવામાં આવી છે. પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ સમસ્યા દૂર કરવા રહીશોએ પાલિકામાં લેખિત રજૂઆત કરી છે.